કાંઈને કાંઈ કરવાથી જ તો, કાંઈને કાંઈ તો થાશે, કાંઈને કાંઈ તો થાશે
થાશે કાંઈ તો સાચું થાશે, કાંઈ તો ખોટું કર્યું હશે જીવનમાં જેવું, એવું તો થાશે
કરવા યોગ્ય જીવનમાં, સમજશક્તિ મેળવતા ને કેળવતા, એ તો મેળવાશે
કર્યા વિના જીવનમાં ના રહેવાશે, જીવનમાં કાંઈને કાંઈ કરતા રહેવું પડશે
હરેક પ્રસંગોને સંજોગો જીવનમાં, હૈયાંને જાત પર છાપ એની તો છાપતું જાશે
ચૂક્યા સમય જીવનમાં તો જ્યાં, હરિયાળી તક હાથમાંથી તો સરકી જાશે
વાવ્યું હશે બીજ જીવનમાં તો જેવું, ફળ એનું એવું એ તો આપતું તો જાશે
શાંતિ, નિર્દોષતા ને સરળતા જીવનમાં, જીવનમાં ના કાંઈ અશાંતિ જગાવશે
કાયદા કુદરતના પાળવાથી જીવનમાં, લાભ કુદરતના જીવનમાં મળતા રહેશે
પ્રભુની સાચી રાહે ચાલતાં જીવનમાં, દર્શન પ્રભુના તો થાશે ને થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)