કર્મોને કર્મો જીવનમાં તો અટકશે નહીં, એ તો અટકશે નહીં
તારા કર્મો ઉપર જીવનમાં રાખી બારીક નજર, એના વિના રહેશો નહીં
આડેધડ રહેશો કરતા જો કર્મો, એના ફળની તો ફરિયાદ કરશો નહીં
ભાવોને, વિચારોને કાબૂમાં રાખ્યા વિના કર્યા કર્મો, ફળ ખોટું આવ્યા વિના રહેશે નહીં
અટક્યો નથી કર્મો કરતા, છોડી શક્યો નથી કર્મો, કર્મો પીછો પકડયા વિના રહેશે નહીં
પાપ ને પુણ્યની પરિપાટીમાંથી બહાર આવ્યા વિના, મુક્તિની આશા તો ફળશે નહીં
સર્વવ્યાપકને જો અંતરમાં જોઈ શકાશે નહીં, મારા તારાના ઉપાડા અટકશે નહીં
સ્વાર્થમાં જીવન છે તરબોળ તારું, નીકળીશ બહાર, પવિત્ર પ્રકાશ મળ્યા વિના રહેશે નહીં
ભાવના સહેલા ઉપાયો છોડી, તર્ક વિતર્કમાં રાચીશ જો તું,
જીવનને ચકરાવે ચડાવ્યા વિના રહેશે નહીં, અંતરની શાંતિ વિના પ્રભુદર્શન થાશે નહીં,
અંતરની શાંતિમાં અન્યને હાથ આપશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)