એક તાણે રે સીમભણી, બીજું રે તાણે ગામભણી
થાય છે રે જીવનમાં રે મારા, આવી રે તાણાતાણી
છે હાલત મારા હૈયાંની એવી જીવનમાં થાય છે એમાં જોવા જેવી
એક વૃત્તિ તાણે મને પ્રભુભણી, બીજી રે તાણે મને સંસારભણી
થાતી રહી છે નિત્ય પરિસ્થિતિ મારી રે એવી, નથી કાંઈ એ વખાણવા જેવી
કદી સમજદારી દે એ જગાવી, કદી નાદાનીમાં જાય મને એ ઘસડી
કદી વેરાગ્યભણી દે એ વાળી, કદી લોભ લાલચમાં દે એ ખેંચાવી
એક તાણે મને મોહભણી બીજી રે તાણે મને તો પ્રેમભણી
ચેન ઊડયું મારું જીવનમાં તો આમાં, મારા જીવનમાં હોળી કેવી સરજાણી
નથી થાતી સહન આવી હવે, ખેંચાતાણી જીવનમાં તો મારાથી
આવ્યો છું રે તારી પાસે પ્રભુ, બંધ કર હવે આવી ખોટી ખેંચાતાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)