ક્યારે ને ક્યારે, કદી ને કદી સહુના હૈયાંમાં રે, જીવનમાં રે
પ્રશ્ન તો આ સદા જાગે છે, કે મારું કોણ છે, કે મારું કોણ છે
ચાહો જીવનભર તો જેને જીવનમાં, તો એને તો દિલ દઈને
એ પણ જીવનમાં, હૈયાંને ઘા માર્યા વિના ના એ તો રહે છે
નિરાશાને નિરાશાની ઊંડી ખીણોમાં, જ્યાં ધકેલાઈ જવાય છે
હૈયે જાગી જાય ભાવ તો ત્યારે, જીવનમાં મારું કોણ છે, મારું કોણ છે
અદીઠ ગભરાટ ઘેરી લે છે, જીવનમાં હૈયાંને તો જ્યારે
દેખાય છે ધૂંધળા દ્વાર સહાયના, જીવનમાં એમાં તો જ્યારે
આવકાર કે સહકારની મળે ના એંધાણી જીવનમાં જ્યારે
દુઃખ દર્દ ઘેરી લે જીવનમાં, એવા મોતના ઓળા દેખાય જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)