અભિમાન ભરી ભરી હૈયે, નીકળતી રહે જીવનમાં જ્યાં વાણી
છે જીવનમાં રે એ તો, જીવનમાં રે માઠા દિવસોની રે એંધાણી
વિકૃતિને વિકૃતિમાં રે, જીવનમાં રહે ચાલતી જીવનની જ્યાં નાવડી
સાદી વાતમાંથી પણ, જગ કાઢે, ઊલટા અર્થોની રે એ ઉપાધિ
સીધાને સાદા કામમાં રે જીવનમાં રે, જ્યાં આવતી ને આવતી રહે ઉપાધિ
જીવનમાં રે જ્યાં, ખુદમાં ને અન્યમાં રહે હૈયાંમાં, ફૂટતી શંકાની તો સરવાણી
પોતાના ને પોતાના, જીવનમાં રહે, આપણી સામે વિરોધનો ઝંડો ફરકાવી
હૈયાંમાં રે જ્યાં, ક્રોધને ઇર્ષ્યાની આગ, જ્યાં ફેલાણી, ના જો એ બુઝાણી
સ્વપ્નામાંને સ્વપ્નામાં, રહે જ્યાં રાચી, વાસ્તવિક્તા દે જ્યાં ફગાવી
અભિમાનમાંને અભિમાનમાં, જ્યાં તુચ્છતાભરી દૃષ્ટિ એમાં સમાણી
અભિમાનને અભિમાનમાં, હૈયાંને ભક્તિભાવમાં, સંકડાશ વરતાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)