ઢીલા ના પડવા દેતો રે, જીવનમાં રે, યત્નોને રે તારા
ઢીલા ના પડવા દેતો રે, ઢીલા ના પડવા દેતો રે - ઢીલા...
મંઝિલ છે તારી, પહોંચવાનું છે તારે, અધવચ્ચે એને રે - ઢીલા...
આવશે મુસીબતો ઘણી રે, કરી લેજે સામનો વિશ્વાસથી રે - ઢીલા...
મળે ના મળે, સાથીદારો તને એમાં રે, મૂંઝાયા વિના અધવચ્ચે રે - ઢીલા...
પહોંચવું છે મંઝિલે ચાહત છે તારી રે, પૂરી કર્યા વિના એને રે - ઢીલા...
ખોતો ના સમય તું ખોટા, છે હાથમાં જે, કરી લે ઉપયોગ પૂરો રે - ઢીલા ...
તારા ને તારા રોકશે મંઝિલના દ્વાર, તારા યત્નોને એમાં રે - ઢીલા ...
સમજી સમજી ચાલજે જીવનમાં રે, ના સમજમાં તો જીવનમાં રે - ઢીલા...
થાકી થાકી જીવનમાં તો, સામનામાં ને સામનામાં જીવનમાં રે - ઢીલા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)