કરતોને કરતો રહેજે, હૈયાંને રે તું તારા તો ખાલીખમ
ભરી ભરીને ભાર ખોટાનો એમાં, કરતો ના એને રે તું ભારીખમ
મુક્તિ તો છે જીવનનું લક્ષ્ય તો તારું, છે લક્ષ્ય જીવનમાં તો એ ઉત્તમ
કરતો રહેજે જીવનમાં બધું, જીવનમાં દેજે, પ્રભુને સ્થાન તો તું પ્રથમ
હળતો મળતો રહેજે જીવનમાં સહુને, જીવનમાં મળજે સહુને પ્રેમમય
બનશે ના જીવન તો તારું, બનશે ના તો એ વિષમ
વિકારો ને વિકારોમાં, રાચતોને રાચતો રહીશ જીવનમાં જો તું
જીવનમાં, જગમાં ખેડતો ના, એવું તો તુ જોખમ
હૈયાંના તાંતણાને, પ્રભુભાવમાં ભીંજવી દેજે એને એવા રે તું
જીવનમાં બની જાય એવું રે એ તો, જાણે ભાવનાનું રેશમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)