કોઈને કાંઈ કહી શકાતું નથી, કોઈને કાંઈ સમજાવી શકાતું નથી
જ્યાં સમજ્વું નથી જેણે કાંઈ, ત્યાં કોઈને કાંઈ સમજાવી શકાતું નથી
જાણે છે ને માને છે, છે જાણકાર જ્યાં એ સૌ વાતે પૂરા ત્યાં એને - જ્યાં લઈને બેઠા જે એકવાર જીદ જીવનમાં જ્યાં, જ્યાં એ છોડવાને તૈયાર નથી - જ્યાં ...
કહેવામાંથીને કહેવામાંથી જે ઊંચા ના આવે, સાંભળવાને એને જ્યાં સમય નથી - જ્યાં...
ચડી જાય જે બીજા ધ્યાનમાં, વળી ના શકે જ્યાં પાછા એના એ તાનમાંથી - જ્યાં...
જ્યાં સમજ ખોટી છોડવી નથી, એને ત્યાં કોઈને સમજવાની તૈયારી નથી - જ્યાં...
ખોટી માન્યતામાં રાચી, જીવનના સત્યને સ્વીકારવા જે તૈયાર નથી - જ્યાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)