કેમ ને ક્યારે, કેવી રીતે એ તો થયું
પૂછશો ના કોઈ મને, એ તો શાને થયું
કહેનારા તો કહેશે, એ તો થવાનું હતું માટે એ તો થયું
કરી કોશિશો ઘણી રોકવા એને, તોયે એ તો થયું
કારણ ગોતવા બેઠો રે એનું, જડયા કારણો તો એના
હરેક કારણમાં મને તો સત્ય દેખાયું, સાચું લાગ્યું
ગમ્યા કારણો મને જે જે, દિલે એને તો સ્વીકાર્યું
અણગમતા કારણોને તિલાંજલિ ત્યાં તો દઈ દેવાયું
થવાનું હતું તે તો થયું, ના થવાનું હતું તે પણ થયું
કરવા જેવું ચાહ્યું જીવનમાં, જીવનમાં ના એ તો થયું
કદી ધાર્યું હતું એવું થયું, કદી ધારણા બહાર અવળું થયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)