ઊતરી અંતરમાં ઊંડો, કરવા બેઠો નિરીક્ષણ હું તો મારું
પડી ગયો અચરજમાં જોઈને મને હું તો, શું હું આવો હતો, શું હું આવો હતો
રહ્યો હતો હું મારાથી છુપાઈ એવો, શું હું મારાથી અજાણ હતો - શું...
ધાર્યો હતો મને મેં જેવો, જોઈને મને જુદો, પડી ગયો અચરજમાં એવો - શું...
ધારણાના મારા રે મિનારા, શું આવાને આટલા કાચા હતા - શું...
મારા વિના પહોંચી શકે એવું ત્યાં કોઈ ના હતું બીજું, હતો એવો જોયો મેં મને - શું...
ચીંધી અન્યએ આંગળી મને એની, ના મેં એ સ્વીકારી જોઈને મને તો એવો - શું...
કરતોને કરતો ગયો નિરીક્ષણ હું મારું, વધતીને વધતી ગઈ અચરજ મારી - શું...
સ્વીકારવા એને, હતી ના હિંમત મારી, ટાળી ના શક્યો હિંમત વાત મનની - શું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)