આરામ નથી, આરામ નથી જીવનમાં તો, એનાં હૈયે કોઈ આરામ નથી
કર્યા હોય કૂડકપટભર્યા કામો ને કામો, જીવનભર તો જેણે એના રે હૈયે
ભભૂક્તી ને ભભૂક્તી હોય જીવનમાં, વેરની જ્વાળા તો જેના રે હૈયે
નિરાશાઓને નિરાશાઓના વાદળો, રહ્યાં હોય ઘેરાતા જેના રે હૈયે
વ્યાપી રહી હોય કામવાસનાની જ્વાળા, જીવનભર તો જેના રે હૈયે
વિરહનો અગ્નિ જીવનમાં, ઘેરીને ઘેરી વળ્યો હોય તો જેના રે હૈયે
દુઃખ દર્દથી પીડાતું હોય જેનું તનડું ને મનડું, વ્યાપ્યું હોય દુઃખ એના રે હૈયે
ચંચળતામાંથી નીકળ્યું ના હોય જેનું રે મનડું, ચંચળતા ધબક્તી હોય જેના હૈયે
અસંતોષની આગ જલતી ને જલતી રહી હોય, કે રાખી હોય જેના રે હૈયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)