કંચન જેવો હતો રે તું, કથીર કેમ બની ગયો છે
હતો સવા લાખનો તું, કેમ ટકાનો તેર બની ગયો છે
હતી સુગંધ જીવનમાં તારા, જીવનમાં કેમ દુર્ગંધ ભરી રહ્યો છે
આવ્યો કોમળ બની તું જીવનમાં, હવે કેમ કઠોર બની ગયો છે
સુખની શોધમાં નીકળ્યો જીવનમાં, કેમ દુઃખી તું રહી ગયો છે
નિઃસંગ બનવું હતું તારે, કેમ લિપ્તિત બની ગયો છે
નયનોમાં નિર્દોષતા ઝરતી હતી, કેમ તું એ ખોઈ બેઠો છે
જ્ઞાનની ચાહના ભરી હૈયે, કેમ અજ્ઞાની તું રહી ગયો છે
વિતાવવું હતું જીવન આનંદમાં, કેમ દુઃખી દુઃખી રહી ગયો છે
શોધીશ નહીં પારસમણિ જીવનનો, કથીર ને કથીર રહેવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)