કરવા પડશે નહીં વિપરીત સંજોગોના સામના જ્યાં સુધી, ટકશે હૈયાંની શાંતિ ત્યાં સુધી
ઇચ્છાઓ રહેશે કાબૂમાં, જીવનમાં જ્યાં સુધી, ટકશે હૈયાંની શાંતિ તો ત્યાં સુધી
ઊઠશે નહીં ખોટા વિચારો મનમાં જ્યાં સુધી, ટકશે હૈયાંની શાંતિ તો ત્યાં સુધી
ભાવો રહેશે કાબૂમાં, હૈયાંમાં તો જ્યાં સુધી, ટકશે હૈયાંની શાંતિ તો ત્યાં સુધી
જલશે નહીં હૈયું અસંતોષની આગમાં જ્યાં સુધી, ટકશે હૈયાંમાં શાંતિ તો ત્યાં સુધી
નિર્ણિતને નિર્ણિત રહેશે જીવનમાં જ્યાં સુધી, ટકશે હૈયાંની શાંતિ તો ત્યાં સુધી
મારા તારાના ઉપાડા જાગશે નહીં હૈયે જ્યાં સુધી, ટકશે હૈયાંની શાંતિ તો ત્યાં સુધી
વૃત્તિઓને વૃત્તિઓ ઊછળશે નહીં હૈયે જ્યાં સુધી, ટકશે હૈયાંની તો શાંતિ ત્યાં સુધી
તણાશે નહીં હૈયું તો વિકારોમાં જ્યાં સુધી, ટકશે હૈયાંની શાંતિ તો ત્યાં સુધી
મનડું ને ચિત્તડું જોડાયેલું રહેશે, પ્રભુભક્તિમાં જ્યાં સુધી, ટકશે હૈયાંની શાંતિ ત્યાં સુધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)