ડીંગ ડોંગ, ડીંગ ડોંગ, ડીંગ ડોંગ (2)
જોજે લેજે તારા શ્વાસોમાં નામ પ્રભુ, ભરજે એમાં તું અનોખો રીધમ
થાતી રહેશે જીવનમાં તો ધમાધમ, જાળવજે એમાં પણ તું રીધમ
મેળવીશ પ્રભુ સાથે જ્યાં તું તારી રીધમ, મળશે જીવનમાં તને સાચી રીધમ
જાશે રે તું જગમાં બીજે રે ક્યાં, છે જગમાં તો બધે પ્રભુનું ડીંગડાંગ
એક ના થઈ શકશે જ્યાં તું અન્યની સાથે, બની જઈશ જગમાં તું લોનસમ
હશે જગમાં અનેક તો સુંદર, મળશે ના જગમાં પ્રભુ જેવા બીજા કોઈ હેંડસમ
મેળવીશ નહીં પ્રભુમાં, જીવનમાં રીધમ થાતી રહેશે જીવનમાં ત્યાં ધમાધમ
ખૂંપતો ને ખૂંપતો જાશે જ્યાં માયામાં તું, બની જાશે જીવન તારું ત્યાં ટ્રબલમાં
રીઝશે ને રીઝશે પ્રભુ સદા પ્યારથી, નથી પ્યાર તો કોઈ એની રે રીધમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)