અજ્ઞાની ભી તું રહ્યો નથી, પૂરો જ્ઞાની ભી તું બન્યો નથી
નાદાન ભી તું બન્યો નથી, જવાબદાર પૂરો ભી તું રહ્યો નથી
શંકાશીલ તું બન્યો નથી, પૂરો વિશ્વાસી પણ તું રહ્યો નથી
નિરાશામાં ભલે તું ડૂબ્યો નથી, આશાવાદી પૂરો તો તું રહ્યો નથી
અભિમાની ભલે તું બન્યો નથી, પૂરો નમ્ર પણ તું રહ્યો નથી
પૂરા તર્કમાં પણ તું ડૂબ્યો નથી, પૂરી ભક્તિમાં તું ડૂબ્યો નથી
ગાંડપણ ભલે તેં કાઢયું નથી, શાણપણ પૂરું તેં વાપર્યું નથી
દુઃખ દર્દથી ભલે તું ત્રાસ્યો નથી, ફરિયાદ કર્યા વિના તું રહ્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)