અહેસાસ તારી હાજરીનો, ત્યાં મને તો થઈ ગયો (2)
રુંધાયા શ્વાસો જીવનમાં, નીકળી ગયું હૈયેથી એક નામ તો તારું
અંધકાર ચારેકોર છવાઈ ગયો, નજરમાં ના ત્યાં કાંઈ આવ્યું
એવા સમયે પ્રગટાવ્યો, આશાનો નવ દીપ તો હૈયે મારા
હૈયું તો વિટળાયેલું હતું, જીવનમાં અભિમાનના તાંતણે તાંતણામાં
સર્જી પરિસ્થિતિ, કર્યું છેદન એ તાંતણાનું, જ્યાં હૈયેથી તેં મારા
હતું ના ચિત્તમાં કે મનમાં, પરિસ્થિતિના દર્શન જીવનમાં તેં કરાવી દીધા
ઘેરાઈ ગયા એવી પરિસ્થિતિમાં, બહાર નીકળવા રસ્તા બધા બંધ હતા
કાઢી એવી પરિસ્થિતિમાંથી બહાર, નીકળવાના દ્વાર મોકળા કરી દીધા
હર પરિસ્થિતિમાં સહાયમાં આવી, નજર બહાર ના રહેવા દીધા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)