કેમ નથી એ બદલાયું રે જીવનમાં, કેમ નથી એ બદલાયું
સમય બદલાયો, જગમાં તો ઘણું ઘણું તો બદલાયું રે
રે માનવ તારા જીવનમાં, મનડું રે તારું કેમ નથી હજી બદલાણું
અટક્યું નથી એ ફરતું ને ફરતું રે, છોડયું નથી એણે ફરવાનું પુરાણું ગાણું
શરીર તારું રહ્યું બદલાતું ને બદલાતું, જોઈએ કેમ નથી હજી એ બદલાણું
યુગો યુગોથી રહ્યું છે જે કરતું, આજ પણ એ એનું એજ કરતું આવ્યું
સુખદુઃખના પાણી પીધા ઘણા એણે, પરિવર્તન તોયે એમાં ના આવ્યું
ના તેજ કે અંધકારમાં એ અટવાયું, અટક્યું ના મુસાફરીનું પુરાણું ગાણું
બદલાયા તારા કંઈક શરીરો, તારી સાથેને સાથે સદા એ તો આવ્યું
કરાવી ના શક્યો એની પાસે તારું ધાર્યું, એનું ધાર્યું એ કરતુંને કરતું આવ્યું
સંજોગે જીવનમાં રહ્યાં થકવતા તને, નથી કાંઈ હજી એ તો થાક્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)