જાગ્યો ના જાગ્યો ભાવ તો થોડો, તો જ્યાં મારા હૈયાંમાં
છલકાતો ને છલકાતો ગયો જ્યાં, ભાવનો સાગર મને હું સમજી બેઠો
છીછરો ને છીછરો રહ્યો જીવનમાં હું જ્યાં, જાગ્યો ભાવ થોડો એમાં
છલકાઈ ને છલકાઈ એ તો ગયો, ભાવનો સાગર મને હું સમજી બેઠો
જોયા ના જોયા ભાવને સમજ્યો, ના સમજ્યો એ કેવાને કેવા હતા
તણાતોને તણાતો એમાં હું તો રહ્યો, તણાતો એમાં હું તો ગયો - ભાવનો...
શમ્યા ના શમ્યા ઊછાળા રે એના, ભાવમાં ખાલી હું તો થઈ ગયો
સમજ્યો ના કેમ એ તો થયું, અનુભવનો શિકાર હું તો બની ગયો - ભાવનો...
મારા ભાવોમાં ખેંચાઈ, કંઈક નાવડીઓ તો એમાંને એમાં
કંઈક નાવડીને એમાંને એમાં હું તો,ખેંચતો ને ખેંચતો રહ્યો - ભાવનો...
કિનારા મને મારા ના મળ્યા, કિનારા હું તો શોધતો રહ્યો
મધદરિયે હું તો ઊછળતો ને ઊછળતો રહ્યો, કિનારે ના પહોંચી શક્યો - ભાવનો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)