રામા હો રામા, રામા હો રામા, રામા હો રામા
જાણે છે રે જગતમાં રે, જ્યાં તું અમારા બધા રે કારનામા
જગતમાં લખતો ને રાખતો આવ્યો છે, જ્યાં અમારા કર્મોના રે નામા
અજાણ્યા નથી રે, તારાથી રે જગમાં અમારા રે કારનામા
ગભરાઈએ છીએ, એથી રે અમે, દેતા રે તને અમારા રે સરનામા
અવગણના કરતા ને કરતા રહ્યાં છીએ, ચડાવી દીધા અભરાઈ ઉપર તમારા હુકમનામા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)