ઊભા થવાની ને પડવાની છે એનાથી, ભરેલી રે મારા જીવનની કહાની
સદા કહેતો રહ્યો છું રે હું તો, પડી ગયો, હું તો પડી ગયો
આજનું કામ રહ્યો કાલ ઉપર, હું છોડતોને છોડતો, જ્યાં આળસમાં હું પડી ગયો
મેળવતોને મેળવતો રહ્યો જગમાં ઘણું, મેળવવાના વધુ લોભમાં હું પડી ગયો
સમય સાથે ના તાલ મેળવી શક્યો હું જગમાં, જીવનમાં પાછળ હું પડી ગયો
જીવનમાં સદા ત્યાગને પૂજી, જીવનમાં સ્વાર્થને સ્વાર્થમાં હું પડી ગયો
સમજ્યો થોડું, આવડયું થોડું, તોયે અભિમાનમાં એના હું પડી ગયો
કરી કોશિશો હૈયેથી ખંખેરવા માયાને, માયામાં ને માયામાં હું પડી ગયો
જીવનમાં મળ્યા ઘા એવા, બન્યા પ્રસંગો, અનેક એવા, જીવનમાં અચંબામાં હું પડી ગયો
પડી ગયો, પડી ગયો, છે કહાની જીવનમાં, કંઈક ને કંઈકમાં હું પડી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)