રિસાશો ના તમે, હવે રે રાધારાણી, મથુરાનગરી જવાની આવી ગઈ છે મારી વેળા
હૈયાંમાં રહ્યાં છો મારા જ્યાં સદા રે તમે, નથી વાત મારી તમારાથી અજાણી
વિદાય પડે છે મારે તમારી રે લેવી, રિસાઈને બનાવશો ના એ પળને રે ભારી
એકનો બની રહી ના શકું એકનો કદી, સ્વીકારજો વાત તમે, આ તો મારી
રહ્યાં છો, રાખ્યા છે સદા પગલાં તમારા હૈયે મારા, અરે ઓ રાધારાણી
લઉં છું શ્વાસ તો જે જે જગમાં, પામે છે હૈયાંમાં ચરણ રજ તો તમારી
બનાવી પાવન શ્વાસો ચરણરજથી તમારી, દઉં છું જગમાં એને ફેલાવી
તમારા સ્પર્શથી ભરેલા શ્વાસોથી, રહી છે જગમાં ભક્તિ મારી ટકી
છું જે કાંઈ છું, છું હું એ તો તમારાથી, શાને તમે તો જુદાઈ ગણી
ભગવાન ને ભક્તિ નથી કાંઈ જુદા, જુદાઈ શાને ગણી, હવે રિસાશો ના રાધારાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)