Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 505 | Date: 21-Aug-1986
ભૂલીને ભૂલ તારી તુજમાં, ગોતી રહ્યો છે ભૂલ ગ્રહના પડછાયામાં
Bhūlīnē bhūla tārī tujamāṁ, gōtī rahyō chē bhūla grahanā paḍachāyāmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 505 | Date: 21-Aug-1986

ભૂલીને ભૂલ તારી તુજમાં, ગોતી રહ્યો છે ભૂલ ગ્રહના પડછાયામાં

  No Audio

bhūlīnē bhūla tārī tujamāṁ, gōtī rahyō chē bhūla grahanā paḍachāyāmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-08-21 1986-08-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11494 ભૂલીને ભૂલ તારી તુજમાં, ગોતી રહ્યો છે ભૂલ ગ્રહના પડછાયામાં ભૂલીને ભૂલ તારી તુજમાં, ગોતી રહ્યો છે ભૂલ ગ્રહના પડછાયામાં

જ્યાં વિશ્વાસ નથી તને તારો તુજમાં, વિશ્વાસ રહેશે તને ક્યાં પ્રભુમાં

નથી જોયાં ગ્રહોના હાથ, કદી તેં તારી સફળતામાં

શાને કાજે શોધે છે તું ગ્રહોના પડછાયા નિષ્ફળતામાં

ખંખેરીને હૈયાની દુર્બળતા, ભરી દે અડગ વિશ્વાસ તું હૈયામાં

સફળતાના શિખરો ચડતો જશે, પડશે તું પોતે અચંબામાં

ખેલ્યા ખેલ ખૂબ કૂડકપટના, ન જોયા હાથ ગ્રહોના તે તેમાં

હવે પલટાઈ છે બાજી ઊંધી તારી, જોઈ રહ્યો છે દાવ તું તેમાં

ભૂલીને બધી વાતો, સદા રાખજે તું આ વિચાર મનમાં

ગ્રહો ને આ સકળસૃષ્ટિએ જાવાનું છે કર્તાના ચરણમાં
View Original Increase Font Decrease Font

ભૂલીને ભૂલ તારી તુજમાં, ગોતી રહ્યો છે ભૂલ ગ્રહના પડછાયામાં

જ્યાં વિશ્વાસ નથી તને તારો તુજમાં, વિશ્વાસ રહેશે તને ક્યાં પ્રભુમાં

નથી જોયાં ગ્રહોના હાથ, કદી તેં તારી સફળતામાં

શાને કાજે શોધે છે તું ગ્રહોના પડછાયા નિષ્ફળતામાં

ખંખેરીને હૈયાની દુર્બળતા, ભરી દે અડગ વિશ્વાસ તું હૈયામાં

સફળતાના શિખરો ચડતો જશે, પડશે તું પોતે અચંબામાં

ખેલ્યા ખેલ ખૂબ કૂડકપટના, ન જોયા હાથ ગ્રહોના તે તેમાં

હવે પલટાઈ છે બાજી ઊંધી તારી, જોઈ રહ્યો છે દાવ તું તેમાં

ભૂલીને બધી વાતો, સદા રાખજે તું આ વિચાર મનમાં

ગ્રહો ને આ સકળસૃષ્ટિએ જાવાનું છે કર્તાના ચરણમાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlīnē bhūla tārī tujamāṁ, gōtī rahyō chē bhūla grahanā paḍachāyāmāṁ

jyāṁ viśvāsa nathī tanē tārō tujamāṁ, viśvāsa rahēśē tanē kyāṁ prabhumāṁ

nathī jōyāṁ grahōnā hātha, kadī tēṁ tārī saphalatāmāṁ

śānē kājē śōdhē chē tuṁ grahōnā paḍachāyā niṣphalatāmāṁ

khaṁkhērīnē haiyānī durbalatā, bharī dē aḍaga viśvāsa tuṁ haiyāmāṁ

saphalatānā śikharō caḍatō jaśē, paḍaśē tuṁ pōtē acaṁbāmāṁ

khēlyā khēla khūba kūḍakapaṭanā, na jōyā hātha grahōnā tē tēmāṁ

havē palaṭāī chē bājī ūṁdhī tārī, jōī rahyō chē dāva tuṁ tēmāṁ

bhūlīnē badhī vātō, sadā rākhajē tuṁ ā vicāra manamāṁ

grahō nē ā sakalasr̥ṣṭiē jāvānuṁ chē kartānā caraṇamāṁ
English Explanation Increase Font Decrease Font

Forgetting all your own mistakes, you are searching for mistakes in your planetary shadows.

When you don't have any faith in your own self, then how shall you keep faith in the Almighty.

Never saw the hands of the planets in your success.

Then why are you looking for the shadow of the planets in your failure.

Shake of all the weaknesses from your heart and fill it with unshakable faith.

You shall start climbing towards the peak of success and you yourself shall be amazed.

Played games of wickedness and hypocrisy, you never saw the hands of the planets in them.

Now the game has turned upside down, and you are now watching your stake in the planets.

Forget all the things, always keep this thought in your mind

That the planets and the entire universe will have to go to the feet of the creator.
Scan Image

Gujarati Bhajan no. 505 by Satguru Devendra Ghia - Kaka
First...505506507...Last