એક કાળો ટિકો લગાવી દે ‘મા’ તારા સુંદર મુખ પર આજ
જોજે તારું સુંદર મુખડું જોઈ, કંઈ જગની નજર ન લાગી જાય
તારું સુંદર મુખડું જોઈ, કંઈક રાક્ષસો ભૂલ્યા હતાં જ્યાં ભાન
અલ્પ શક્તિ એવા માનવની, રહેશે એમાં ક્યાંથી શાન
દીધું છે જગને કંઈક તે તો, છે એ તારું અમૂલ્ય દાન
તોય માનવ ડૂબ્યો સદા રહે છે, મનમાં કરી નિજ અભિમાન
માનવ-દાનવ-રાક્ષસોથી, પણ છે તું તો મહાન
જગ સારું ઢૂંઢીવળો, નહિ મળશે જગમાં તુજ સમાન
નાના-મોટા સૌ કોઈ ચાહે, એક દિન તુજ દર્શનની આશ
એક કાળો ટિકો લગાવી દે ‘મા’, તારા સુંદર મુખ પર આજ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)