શરમ છોડીને માડી આવ્યા તારી પાસે, હવે શાને તું શરમાય છે
આશ ધરીને આવ્યા માડી તારી પાસે, આશ ના તોડી નાખજે
અહંમાં પીડાયા બહુ માડી હવે, અહં અમારો તોડી નાખજે
પ્રેમના ભૂખ્યા બાળ છીએ તારા, પ્રેમમાં નવરાવી નાખજે
જીવનના છે અટપટા રાહો, સાચો રાહ સુઝાડી આપજે
ભટકી, ભટકી થાક્યા છીએ બહુ માડી, હવે વધુ ના ભટકાવજે
સાચું ખોટું બહુ કીધું જગમાં માડી, હવે સાચું શું એ સમજાવજે
જીવનમાં સહુ છૂટતાં આવ્યા માડી, સાથ તારો નિભાવી રાખજે
સાચું ખોટું કંઈક કર્યું માડી, પણ આખર તો તારા બાળ છીએ
તિરસ્કાર કરીને અમારો, માડી મુખ તું ના ફેરવી નાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)