જગમાં આવતા, વાંધો કોઈ તારો ચાલ્યો નહિ
જગમાંથી જાતાં, વાંધો કોઈ તારો ચાલશે નહિ
કર્મો કરતા કદી તેં પાછું વળી જોયું નહિ
કર્મો તને પીડતાં, પાછું વળી એ જોશે નહિ
કામ ક્રોધમાં ડૂબતા, કદી વિચાર તેં કર્યો નહિ
તને હવે એ ડુબાડતાં, પાછું વળી જોશે નહિ
લોભ-મોહમાં લપટાતાં, રાહ કદી તેં જોઈ નહિ
હવે તને એ બાંધવા, રાહ કદી એ જોશે નહિ
મનડાંને સ્થિર કરવા, પ્રયત્નો કદી તેં કર્યાં નહિ
તને હવે નચાવવા એ તો કદી ચૂકશે નહિ
પ્રભુને યાદ કરવા, સજાગ કોશિશ કદી તેં કીધી નહિ
તોય તને યાદ અપાવવા કદી એ ચૂકશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)