સહી લઈશ જીવનમાં, બધું હસ્તે મુખે
કરીશ ના ફરિયાદ કદી હું તને, એમાં જો તું રાજી હશે
થાય ચિંતા જેમાં તને મારી, એવું મને ના તું કરવા દેજે
તું ને તું તો છે એક મારે તો એવો, હૈયું મારું ખાલી કરી શકાશે
રાખવા છે કાબૂમાં ભાવોને મારા, સમજાતું નથી પરિણામ તારા ઉપર શું આવશે
જીવનમાં નથી કોઈથી દૂર તું, ના દૂર મને તું રાખજે, ના દૂર મારાથી રહેજે
ગોતું હું કારણ વિનાના કારણો, કારણોની સમજ મને તું આપજે
કરું ના જીવનમાં એવું દુઃખ લાગે તને એવું, એવું ના તું કરાવજે
સહી શકીશ જીવનમાં બધું, ચિત્તડાને ને મનડાંને બીજે ના જવા દેજે
સહી લઈશ જીવનમાં હું તો બધું, તું પ્રભુ નજરમાંથી તો ના હટજે
સહી લઈશ જીવનમાં હું તો બધું, તારી યાદ વિનાના શ્વાસ ના લેવડાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)