પૂજવા બેઠો ઊગતા સૂર્યને, એ તો ત્યાં ઢળી ગયો
તેજ પૂનમનું ઝીલું ન ઝીલું, અંધકાર અમાસનો ગળી ગયો
ભાવ ભરી હૈયામાં `મા’ ની પાસે બેઠો, ભાવ હૈયાનો હૈયામાં રહી ગયો
કહેવું હતું ખૂબ તુજને માડી, મૌન બની તુજને કહી ગયો
દુઃખદર્દના હૈયાના ભાવો, અશ્રુથી તુજને આજ કહી ગયો
દૃષ્ટિ તારી અમીભરી માડી, હિંમત હૈયે ભરી ગયો
દૃષ્ટિથી તુજ દૃષ્ટિ મળતા, હૈયે શાંતિ હું પામી ગયો
સહન થાતું ન હતું મુજથી, સહન કરતો આજ થઈ ગયો
તુજથી ભાગતો હતો સદા, આજ પાગલ તારો બની ગયો
મુજ મસ્તકે મૂકજે હાથ તારો, પાવન હું તો થઈ ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)