વારે વારે તને વિનવું `મા’, આટલીવાર તું લગાડીશ ના
નોરતાની રાત તો આવી છે `મા’, દર્શન તારા તું તો દેતી જા
તારા દર્શન તો સહુ ઝંખે બાળ, ઝંખના સહુની પૂરી કરતી જા
આશાભર્યા સહુ આવ્યા છે આજ, આશા સહુની તોડતી ના
ભૂલો અમારી થઈ છે અનેક `મા’, માફ અમને તો કરતી જા
રાહ તારી અમે જોઈ રહ્યાં `મા’, ધીરજની કસોટી કરતી ના
હાથ તારો મસ્તકે મૂકજે `મા’, મનડાંને શાંત તું કરતી જા
પાપી તો અમે છીએ `મા’, પાપ અમારા તું બાળતી જા
દર્શન તારા એવા દેતી જા, હૈયા અમારા સાફ કરતી જા
વધુ ઓછું કંઈ અમે લઈશું ના, દર્શન તારા આજ દેતી જા
આફતોથી સહુ ઘેરાયા `મા’, કૃપાનું બિંદુ દેતી જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)