ચાલોને જઈએ રે, આપણે આજે જઈએ રે, ભક્તિબાઈના માંડવડે
ચાલો પરણાવીએ આપણે ભક્તિબાઈને, પરમપુરુષ પ્રભુની રે સાથે
સાથે રે સાજનમાજનને લઈ જઈએ રે, પરણાવવા એના રે માંડવડે
રહેવું છે રે જ્યાં સદા એણે તો, પ્રભુના ચરણમાં ને ચરણમાં રે
મનડાં તમે સાથે આવજો રે, પરણાવવા પ્રભુ સાથે ભક્તિબાઈને રે
બુદ્ધિબાઈ રહેજો તમે સાથેને સાથે રે, ચાલજો ભક્તિબાઈને માંડવડે
ચિત્તડા રે, જાજો ના તમે બીજે રે પરણાવવા, છે જ્યાં પ્રભુ સાથે ભક્તિબાઈને રે
સાજનમાજન સહિત રે, જોઈ ભક્તિબાઈને, આવ્યા પ્રભુ પરણવા માંડવડે
પધાર્યા પ્રભુ, જોઈ સાજનમાજન, હરખાયા રે પ્રભુ તો માંડવડે
ભક્તિબાઈનું સાનભાન ખોવાયું રે, જોઈને તો પ્રભુના મુખને
ભૂલીને ભાન તો એનું રે, ભક્તિબાઈ પડયા ત્યાં પ્રભુના ચરણે
ઝીલી લીધા ભક્તિબાઈને, પ્રભુએ ચાંપી દીધા પોતાના હૈયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)