અરે મનડાં જાવાને `મા’ ને દ્વાર, વાર તું શાને કરે
આખર તો જાવું એની પાસ, બહાના તું શાને કાઢે
ફરી ફરી થાક્યો નથી તું શું, આખર થાકીને તો ત્યાં જાશે
ફરીને મેળવવું છે જે કંઈ, હવે મેળવી લે તું `મા’ ની પાસે
`મા’ વિના નહિ થઈ શકે ઠરીઠામ, સમજી લે તું આજે
ઘૂમી રહ્યો છે તું દિન ને રાત, શાંતિ ન મળી ક્યાંયે
`મા’ તો છે શાંતિનું ધામ, પહોંચવું પડશે શાંતિ કાજે
છેવટે પહોંચવાનું છે ત્યાં, જાવાને અચકાય છે શાને
જગમાં ફરશે તું જ્યાં ને ત્યાં, મળશે અશાંતિ તો તને
છોડીને બીજું બધું, હવે તું સ્થિર થા `મા’ ના ચરણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)