અંતરના તારા અવાજને કરજે ઊંચો એટલો, `મા’ ને કાનોકાન સંભળાય
હૈયામાં તું ભરજે ભાવ તો એવા, `મા’ નું હૈયું તો ભાવે ભીંજાય
કરજે મજબૂત `મા’ ના પ્રેમના તાંતણા એટલા, એ તો તોડયા ના તોડાય
કરજે સરળ જીવન તારું એટલું, `મા’, સદા તને પૂછતી જાય
સંયમ રાખજે વિચારો પર એટલા, જોજે ખોટા વિચારો ન જાગી જાય
હૈયે ભરજે ભક્તિ તો એટલી, નીરખતાં તને માતા હરખાઈ જાય
સવારી કરતા કામક્રોધ પર તું શીખજે, જોજે એ તને ઘસડી ન જાય
ચેતતો રહેજે સદા લોભ-લાલચથી, જોજે તને એ ડુબાડી ન જાય
સદા પ્રેમજળ તું રહેજે પીતો અને પાજે સર્વને સદાય
ભેદભાવ હટાવી દેજે સદા હૈયેથી, `મા’ ને નીરખજે સર્વમાં સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)