રાત પણ રહી નથી, દિન પણ રહ્યાં નથી
પળ તો પલટાતી રહી, પળ કોઈની તો રહી નથી
સદા સુખી કોઈ રહ્યું નથી, દુઃખી પણ સદા રહેશે નહિ
અમાસના અંધકાર પછી, પૂનમનું તેજ તો આવે રહી
ઓટ સાગરમાં આવી રહે, ભરતી તો સદા આવે પછી
સદા બાળપણ રહ્યું નથી, જુવાની સદા તો ટકી નથી
આવીને તો જગમાં સદા, કદી કોઈ તો રહ્યાં નથી
મુસીબતો જીવનમાં આવતી રહી, સ્થિર મનડું બને કદી
થાવા સ્થિર જગમાં, સહુ સદા તો મથતા રહે
સ્થિર થાજે તું જગમાં, શાશ્વતને તો સદા ભજી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)