આસપાસ ને તુજમાં વસતી, તોય રહેતી દૂરની દૂર
જગ સારામાં ચમકી રહે, ચમકી રહે માડી તારું નૂર
ભાવમાં તો એ આવી વસતી, ભાવ વિના રહેતી એ દૂર
પ્રેમથી એ તો નજદીક રહેતી, પ્રેમથી વશમાં રહેતી જરૂર
કર્મો ખોટા તો રોકે એને, બનાવતા સદા એને મજબૂર
કદી એ તો પ્રેમમય દેખાતી, કદી દેખાતી એ તો ક્રૂર
કીડીને કણ એ તો દેતી, હાથીને મણ દેતી એ જરૂર
જરૂરિયાત જગની એ તો પોષે, ચૂકે ન એમાં એ જરૂર
કારણ વિના કાર્ય ન થાયે, કારણની કર્તા છે જરૂર
કારણનું મૂળ શોધજે તું, માતામાં મળશે એ જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)