હાંકી છે નાવડી આ સંસારમાં, નાવડી તો ચાલી જાય
ભવસાગરમાં રહી છે ચાલતી, કિનારો તો ના દેખાય
ડોલતી, ડોલતી રહી એ ચાલતી, ન જાણે ક્યારે ડૂબી જાય
રહી છે સહન કરતી, ભરતી ને ઓટ, થપાટ મોજાની વાગે વારંવાર
સાથમાં છે સૌ સાથી, એકલી અટૂલી તોય ચાલી જાય
ચોતરફ છે પાણી, વચ્ચે છે નાવડી, અહીં તહીં એ ઘસડાય
ટાઢ ને તડકો, સહન એ કરતી, વિશ્વાસે એ ચાલી જાય
અંધકારે ઘેરાતી, પ્રકાશ તલસતી, એ તો ચાલી જાય
દિશા નવ સૂઝતી, રહી છે ચાલતી, એ તો ચાલી જાય
થાકે આંખડી ઘેરાતી, ઝોલે એ ચડતી, એ તો ચાલી જાય
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)