થવાનું હશે જો એજ થાયે, ફાયદો શું છે એને જાણીને
રોકી ના શકીએ જો એને, ફાયદો શું છે એને જાણીને
રસ્તો પૂછીને, પથ પર ન ચાલીએ, ફાયદો શું છે એને જાણીને
લાગે ના વળગે, માથું એમાં મારે, ફાયદો શું છે એને જાણીને
કરવું ના કંઈ, જાણવા દોડવું બધે, ફાયદો શું છે એને જાણીને
હિસાબ તો પાકો કરે, અમલ ના કરે, ફાયદો શું છે એને જાણીને
જાવાનું જ્યાં તે ન જાણે, બીજું પૂછયા કરે, ફાયદો શું છે એને જાણીને
પીધા પછી, ના પૂછ જળ શુદ્ધ છે કે નહિ, ફાયદો શું છે એને જાણીને
થાક લાગતા વિસામો જો મળી રહે, ફાયદો શું છે એને જાણીને
અંધકારે ડૂબેલાને પ્રકાશ મળે, ફાયદો શું છે એને જાણીને
હરખાય જો નયનો અન્યના જોઈને, તો ફાયદો શું છે એને જાણીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)