વધુમાં વધુ, જગમાં મને મારો, હું ને હું ગમતો આવ્યો છે
વધુમાં વધુ, જગમાં મને મારો, હું ને હું જ નડતો આવ્યો છે
છોડયું ઘણું, છૂટયું ઘણું જીવનમાં, હું તો હું ને ના છોડી શક્યો છું
રહ્યું ના ભલે જ્યાં કાંઈ સાથે, ના, હું તો હું ના સાથ વિના રહ્યો છું
જીવનમાં ત્રાસ દીધા મને જેણે, દુશ્મન એને હું ગણી રહ્યો છું
દીધો સહુથી વધુ ત્રાસ મને મારા હું એ, દોસ્તી તોયે નિભાવી રહ્યો છું
હર કાર્યમાં રહ્યો એ તો, જીવનમાં એને વિકસાવતોને વિકસાવતો આવ્યો છું
થઈ ગયું છે કદ હવે એનું મોટું, જોઈને એ હું ડરતોને ડરતો આવ્યો છું
નાથી ના શક્યો જીવનમાં જ્યાં એને, લાચાર એમાં બનતો આવ્યો છું
કરી સહન, સહન ત્રાસ એનો, થાક્તોને થાક્તો એમાં હું આવ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)