તરસ લાગે તને ને કૂવો ખોદવા જાય, તરસ એ ક્યારે છિપે
તરસ લાગે ને સરોવર પાસે જાય, તરસ તારી જલદી છિપાય
ભૂખ લાગે ને રસોઈ કરવા જાય, ભૂખ અડધી ત્યાં મરી જાય
વિચારીને ભાથું રાખે જો તૈયાર, સમયસર ભૂખ સંતોષી શકાય
પામવી હૈયે શાંતિ, ને મનડું ફરતું રાખે જો તું સદાય
શાંતિ તો રહેશે દૂર, દોડી દોડી અંતે તો થાકી જવાય
પ્રકાશના કરવા હૈયે દર્શન, આંખ બંધ રાખે જો સદાય
પ્રકાશના દર્શન દૂર રહેશે, અંધકારના દર્શન ત્યાં થાય
મુખ જોઈ `મા’ નું ભૂલે જો ભાન, માંગવાનું પણ વિસરાય
ફિકર ના કરતો જગમાં કદી, સોંપી દે ફિકર તારી સદાય
સમય રહે સદા સરકતો, ન મળે પાછો તો એ ક્યાંય
કરજે ઉપયોગ સદા એ નો, નહિતર પસ્તાવો કોતરી ખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)