પાપના ખર્ચાએ, મારા પુણ્યનું પાસું ઘસાતું રહ્યું
તોય હું તો ના ચેત્યો, પુણ્ય તો મારું ખર્ચાઈ ગયું
સુખમાં સુખની કિંમત ના થઈ, દુઃખમાં સમજાઈ ગયું
કોણ મારું, કોણ પરાયું, દુઃખમાં એ સમજાઈ ગયું
કદમ કદમ પર કાંટા મળ્યાં, ફૂલની કિંમત સમજાઈ ગઈ
તરસ્યો થાતાં પાણી ન મળતાં, કિંમત જળની સમજાઈ ગઈ
માન ન જાળવ્યું કોઈનું, અપમાનથી એ સમજાઈ ગયું
દયાની કિંમત ના કરી, જરૂરિયાતે એ સમજાઈ ગયું
દુઃખમાં હું તો રડતો રહ્યો, હાસ્યની કિંમત સમજાઈ ગઈ
રાહતને રાહત ના સમજ્યો, સમયે એ સમજાઈ ગયું
પુણ્યપંથની સૂઝ તો મારી, સંજોગ બધા ઉખાડી ગયું
સમયે સાન શીખવી દીધી, પગ પુણ્યપંથે પરવારી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)