છોડજે તું હૈયેથી બુદ્ધિનો સથવારો
પ્રવેશ થાશે (2) તો પ્રેમના દ્વારે તારો
હટાવજે હૈયેથી, તું લોભ-મોહ નો મારો
પ્રવેશ થાશે (2) તો પ્રેમના દ્વારે તારો
છોડજે હૈયેથી, તું ચિંતાના સર્વ ભારો
પ્રવેશ થાશે (2) તો પ્રેમના દ્વારે તારો
હૈયેથી દેજે તું, સદા ક્રોધને દેશવટો
પ્રવેશ થાશે (2) તો પ્રેમના દ્વારે તારો
હટાવજે હૈયેથી તું કામના સળવળાટો
પ્રવેશ થાશે (2) તો પ્રેમના દ્વારે તારો
કરવા ના દેતો હૈયે તું વેરનો પથારો
પ્રવેશ થાશે (2) તો પ્રેમના દ્વારે તારો
પ્રકટાવી દીપ શ્રદ્ધાનો, કરજે દૂર હૈયાના અંધકારો
પ્રવેશ થાશે (2) તો પ્રેમના દ્વારે તારો
બાંધજે હૈયામાં તું સદભાવનાના ભાવો
પ્રવેશ થાશે (2) તો પ્રેમના દ્વારે તારો
કરશે સદા આટલું, થાશે સફળ જન્મારો
પ્રવેશ થાશે (2) તો પ્રેમના દ્વારે તારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)