સીધાની તો દુનિયા નથી, સીધાના તો છે ભગવાન
તાવી, તાવી છોડાવે એ તો, છોડાવે તો બધું અભિમાન
રાતદિવસ રહે તોય સીધો બેસવા ના દે ભગવાન
અહંનો છાંટો પણ રહેવા ના દે, છોડાવે એ તો બધું અભિમાન
કારણ વગર તો દુઃખી લાગે, છોડે ના એ તો ભગવાન
હૈયે સદા સંતોષ ભર્યો રહે, છોડાવે એ તો બધું અભિમાન
કંચન સામે તો દૃષ્ટિ નથી, દૃષ્ટિમાં તો છે એનાં ભગવાન
માયા તો એને ના સતાવે, છોડાવે એ તો બધું અભિમાન
આશ હૈયે એના નથી કોઈની, હૈયે વસ્યા રહે છે ભગવાન
કોઈ વાતની હૈયે કમી નથી, છોડાવે એ તો બધું અભિમાન
હળી મળી, એ સહુ સાથે રહે, સહુમાં જોતો રહે ભગવાન
કદી કોઈનું અપમાન ના કરે, છોડાવે એ તો બધું અભિમાન
માનવ માનવમાં ભેદ નથી, સમજે પિતા છે સહુના ભગવાન
દર્શન સહુમાં કરતો રહે, છોડાવે એ તો બધું અભિમાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)