ખોલ જરા ચોપડો ને ઉઘાડ તો તારું પાનું
હિસાબ જોશે તારો એમાં, રહેશે ના તુજથી કાંઈ છાનું
લખાયા અક્ષરો એમાં, કર્યા કર્મો તે તારા દ્વારા
ના છટકાશે તો એમાં, કાઢ ના હવે તો કોઈ બહાના
વાંચીને કર્મો તો તારા, ના ચોંક તું હવે તો જરા
પડી માયામાં ને કીધા, વાંચે છે તું તો હવે એવા
જનમોજનમ અક્ષરો છે લખાયા, હજી નથી એ તો ભૂંસાયા
ખોલશે જ્યારે તારું પાનું, પડશે બધા એ તો વાંચવા
કરશે યત્નો જો એને ભૂંસવા, બનશે કોરું તારું પાનું
કરજે કર્મો તું એવા, ઈચ્છે જે તું એમાં લખવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)