કરજે દૂર માડી, મારા હૈયા તણું સર્વ અભિમાન
ધરતો રહું હૈયે માડી, સુખદુઃખ તો સદા સમાન
કર્મો સદા તો કરતો રહું, લેતો રહું સાથે તારું નામ
ક્રોધ હૈયેથી સદા કાઢું, દૂર કરું હૈયા તણું અભિમાન
નીરખું સદા તુજને શ્રદ્ધાથી, નીરખું તુજને સર્વમાં સમાન
કૂડકપટ સદા હું તો ભૂલું, ભૂલું લોભ-લાલચ તો તમામ
પાડું પગલાં તો તારા દ્વારે, પાડજે પગલાં તું મારે દ્વાર
માડી હું તો જાણું તુજને માતા, તું મુજને તારો પુત્ર જાણ
દીધી છે બુદ્ધિ જગમાં તેં તો, કરવા તારી તો પહેચાન
કૃપાથી તારી, આવ્યો જગમાં, કરાવજે તારી સાચી પહેચાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)