જાગે કૂડકપટ હૈયામાં, ત્યાં બનતી તું વિકરાળ
જ્યાં હૈયું થાયે શુદ્ધ, ત્યાં લાગે તું તો પ્રેમાળ
મનડું મળે જ્યાં તારી સાથે, આવે ત્યાં તું તત્કાળ
ત્રિવિધ તાપે તપતાં રહે છે સંસારમાં તારા બાળ
હણવા અસુરોને, ‘મા’ બનતી સદા તું વિકરાળ
ભક્તો કાજે જગમાં રહી છે, સદા તું તો પ્રેમાળ
સૂણી પુકાર સાચી, કરવા સહાય, દોડે તું તત્કાળ
જગમાં તું દુઃખી ન રાખે, બન્યા જે સાચા બાળ
ઉતારવા જગનો સદા ભાર, બનતી ત્યારે તું વિકરાળ
બને ભલે તું વિકરાળ, હૈયું તારું તો છે પ્રેમાળ
આવે જગ સારાના કર્મો માડી, નજરમાં તારી તત્કાળ
સદા જગમાં નિર્ભય રહે, રહે વિશ્વાસે જે તારા બાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)