થવાનું હતું એ થઈ ગયું, જ્યાં એ થઈ ગયું
સ્વીકાર્યા વિના ના હવે હાથમાં તો રહી ગયું
કરી અફસોસ વારંવાર એનો, જીવનમાં જીવવું મુશ્કેલ ના બનાવ તું
કર વિચાર જીવનમાં હવે તો તું, જીવનમાં તારે છે શું કરવું
કર જરા તું તો વિચાર, તારું ને તારું કર્યું, તારી વચ્ચે દીવાલ બનીને છે ઊભું
સુખદુઃખ તો છે એ તારું ને તારું, નથી તને એ કોઈએ તો દીધું
છે હવે હાથમાં તારા, હસતે મુખે સ્વીકારવું કે પશ્ચાતાપમાં ડૂબી જવું
રોકવા ટાણે ના એને રોકયું, હવે તો એ થઈ ગયું એ થઈ ગયું
તારા ઉપર અસર કંઈક એ કરી ગયું, કંઈક અસર એ ભૂંસી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)