ચલચિત્રની જેમ આંખ સામે, દૃશ્ય તો બદલાતા રહ્યાં
રહ્યાં ના ભલે સ્થિર કદી, સદા એ તો પલટાતા ગયા
વિચારોની વણઝાર ના અટકી, સદા નવા જોડાતા રહ્યાં
ન આવ્યો અંત એનો, સદા એ તો એવા ને એવા રહ્યાં
દૃશ્યો તો દેખાતા ગયા, સમય પણ વીતતો ગયો
દૃશ્યો જોવાના જે, તે ના મળ્યા, સમય તણા તો ફાંફાં પડયા
માગ્યા દૃશ્યે ના મળ્યાં, મળ્યાં એ તો જોવા પડયા
દૃશ્યે પર કાબૂ ના રહ્યાં, દૃશ્યો કાબૂ તો મેળવી ગયા
થાક્યાં તોય દૃશ્યો ચાલુ રહ્યાં, કાબૂ એના પર નવ મળ્યાં
કાબૂ એના વધતાં ગયાં, કબજો અંતર પર મેળવતા ગયાં
મન હટયું, લાગ્યું જ્યાં `મા’ માં, દૃશ્યો તો હટતા ગયા
`મા’ ના હસતા મુખના દર્શનમાં, દૃશ્યો બધા સમાઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)