જોતાં નિર્મળ મુખડું `મા’ નું, દુઃખ મારું તો વીસરાય
મળતાં તેજ કિરણો `મા’ ના, ભાગ્ય મારું તો પલટાય
દૃષ્ટિમાં દૃષ્ટિ મળતાં માડી, હૈયું આનંદે તો છલકાય
પરમતેજ નિહાળી `મા’ નું, અંધકાર હૈયાનો હટી જાય
મલકતું મુખ નીરખી `મા’ નું, હૈયે તો કંઈ કંઈ થાય
ઝાંઝરના ઝણકાર સૂણી `મા’ ના, સાન-ભાન ભૂલી જવાય
નીરખી, નીરખી મૂર્તિ `મા’ ની, હૈયે એ તો સમાવી જાય
એના વિચાર વિનાની પળ, પળ તો મુશ્કેલ બની જાય
શ્વાસે-શ્વાસે ગૂંથાયા નામ એના, નામ વિના શ્વાસ ખાલી ન જાય
નામ વિનાના શ્વાસ તો, શ્વાસ એ ભારે બની જાય
કૃપાથી એના વિચારો પણ, બીજા હૈયેથી હટતા જાય
સદા જાગી જાગૃતિ મનમાં, પળ એક દર્શન વિના ન જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)