સીમા રહિત છે તું તો માતા, તારી સીમાને કોઈ સીમા નથી
દયાની છે તું તો દાતા, તારી દયાને કોઈ સીમા નથી
પ્રેમના છીએ અમે તો પ્યાસા, તારા પ્રેમને કોઈ સીમા નથી
કૃપાળુ છે સદા તું તો માતા, તારી કૃપાને કોઈ સીમા નથી
જ્ઞાનની છે તું તો જ્ઞાતા, તારા જ્ઞાનને તો કોઈ સીમા નથી
ગુણની છે તું તો ગુણદાતા, તારા ગુણને તો સીમા નથી
વાણીની છે તું તો દાતા, તારી વાણીને કોઈ સીમા નથી
ભક્તિની છે તું તો દાતા, તારી ભક્તિને તો કોઈ સીમા નથી
વિરાટમાં પણ વિરાટ છે તું માતા, તારા વિસ્તારની કોઈ સીમા નથી
અલ્પમાં અલ્પ છે તું તો માતા, તારી સૂક્ષ્મતાને કોઈ સીમા નથી
શક્તિની છે તું તો દાતા, તારી શક્તિ ને કોઈ સીમા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)