ખૂલી જ્યાં આંખ, ને ઊગ્યો વધુ એક દિન તો જિંદગીનો
તુજ દર્શન વિના માડી, એ પણ થઈ ગયો તો પૂરો
વીતતા રહ્યાં દિન આમ, સરવાળો તો શૂન્યમાં રહી ગયો
સવારે જગાવી આશા, સાંજ નિરાશામાં બદલી ગયો
ઊઠતાં દ્વંદ્વો હૈયામાં, સદા લપેટાતો હું તો રહ્યો
મિચી વાસ્તવિક્તાથી આંખ, ખુદને પુણ્યશાળી સમજતો રહ્યો
ના કાઢયો ઉદ્દેશ સાચો મેં તો કદી જિંદગીનો
ભૂલો ને ભૂલોની પરંપરા હું તો સર્જતો ગયો
પુણ્યનો સરવાળો ઘટતો ગયો, ઉમેરો એનો તો નવ થયો
તુજ દર્શન વિના દિન તો, ખાલી ને ખાલી ગયો
દે દર્શન તારા એવા તો, સોનાનો સૂરજ ઊગી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)