વહેલાં રે વહેલાં આવજો રે માડી
આવી છે આજ તો નોરતાની રાત
ખાલી ગઈ અનેક, જોજે ખાલી ન જાય આજની રાત - વહેલાં...
આશધરી અમે આવ્યા રે, પૂરી કરજે અમારી આશ - વહેલાં...
દુઃખિયા તો અમે છીએ રે, દુઃખડા હવે કાપી નાંખ - વહેલાં...
ન કાંઈ અમે જાણીયે રે, છીએ અમે તો તારા બાળ - વહેલાં...
સમય વીત્યો છે ઘણો રે, જોઈ રહ્યાં છીએ તારી વાટ - વહેલાં...
હવે આજ તો માડી રે, કરતી ના અમને તું નિરાશ - વહેલાં...
થઈ ભૂલો અમારી અનેક રે, કરજે માડી તું અમને માફ - વહેલાં...
બીજું ન કાંઈ અમે જાણીયે રે, છે તું તો જગની માત - વહેલાં...
સદા તુજ હૈયે તો ટપકે છે, અમારા માટે તો વહાલ - વહેલાં...
હવે દૂર ના તું રહેતી રે, દર્શન તારા દેજે આજ - વહેલાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)