આવી જગમાં જાણ્યું, આવ્યા ક્યાંથી એ જાણ્યું નહિ
જાણ્યું ભલે ઘણું, જો એ ના જાણ્યું તો એ શા કામનું
જાણ્યા અન્યને ભલે જગમાં, ખુદને જો જાણ્યો નહિ
જાણ્યું ભલે ઘણું, જો એ ના જાણ્યું, તો એ શા કામનું
આવ્યો છે તો જાશે જરૂર, જવાનો ક્યાં એ જો જાણ્યું નહિ
જાણ્યું ભલે ઘણું, જો એ ના જાણ્યું, તો એ શા કામનું
કરી તૈયારી જગની મુસાફરીની, સાચી તૈયારી જો કરી નહિ
કરી ભલે બીજી તૈયારી, સાચી તૈયારી વિના શા કામની
અન્યના કર્મને જોખતો રહ્યો, ખુદના કર્મને જોખ્યા નહિ
જોખ્યા કર્મો ભલે અન્યના, જોખ્યા તોય એ શા કામના
જિંદગીભર માયાને ભજી, માયાપતિને તો વીસરી ગયો
ભજી ભલે માયાને, ભજી તોય એ શા કામની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)